Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી : વધુ ૯૭ કેસફ્‌લુનો કાળો કેર જારી રહ્યો : વધુ ૯૪ કેસો

સ્વાઈન ફ્લુથી વધુ ત્રણના મોતથી ખળભળાટ : સ્વાઈન ફ્લુગ્રસ્ત ૬૦૩ લોકો હજુ પણ સારવાર હેઠળ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિએ વધીને ૧૮૮૯ સુધી પહોંચી

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક આજે પણ જારી રહ્યો હતો. સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે વધુ ૯૭ કેસો સપાટી ઉપર આવતા તંત્ર પણ ચોંકી ગયું છે. સ્વાઈન ફ્લુને રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ પુરવાર થઇ રહ્યા છે. આજે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત ૬૦૩ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી પ્રદેશમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૧૮૮૯ થઈ ગઈ છે. જ્યારે યોગ્ય સારવારના પરિણામ સ્વરૂપે ૧૦૫૩ જેટલા દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૬૦૩ નોંધવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર રીતે મોતનો આંકડો ૬૬ ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો આતંક સૌથી વધારે રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ સુધી ૫૩૫ કેસો નોંધાયા હતા. આમાં આજે બીજા અનેક કેસો ઉમેરાતા સંખ્યા વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી હતી. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.  આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. આજે સ્વાઈન ફ્લુના નવા ૯૭ કેસ સપાટી ઉપર આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાના ગાળામાં દેશભરમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૯૬૦૦થી ઉપર પહોંચી ગઈ છે. ૩૧૮થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૮૮૯ થઇ છે. આમાથી મોતનો આંકડો ૬૬ ઉપર પહોંચ્યો છે.  જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથીમોતનો આંકડો ૩૬થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.  સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ.................... ૧૮૮૯થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત.............................. ૬૬થી વધુ

સારવાર હેઠળ લોકો........................... ૬૦૩થી વધુ

સ્વસ્થ થયેલા લોકો.......................... ૧૦૫૩થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૦૩

૨૪ કલાકમાં કેસો............................................ ૯૭

 

 

 

 

 

 

(9:38 pm IST)