Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

આપ પણ જાણોઃ કાલથી ચાલુ થઇ રહેલ વિધાનસભા સત્ર ૨૭ દિવસનું રહેશે

ગાંધીનગર : આવતીકાલથી ચુંટણી બાદ મળી રહેલ વિધાનસભાનું પ્રથમ સત્ર ર૭ દિવસનું રહેશે તેવુ જાણવા મળેલ છે.

નવનિમિત 14 વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે 27 દિવસના બજેટ સત્રમાં કુલ 28 બેઠકો રાખવામાં આવી છે. જો કે ધારાસભ્યોને ગૃહની કામગીરી અંગે દંડક પંકજ દેસાઈએ સમજ આપી હતી. ગુજરાતનું અંદાજપત્ર મંગળવારે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી સોમવારથી શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ ઓ.પી. કોહલીના સંબોધન પછી રીનોવેટ થયેલા ગૃહનું રાજ્યપાલ ઓપી કહોલીના હાથે ઉદ્ઘાટન થશે. 20 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. ગુજરાત સરકારનું જીએસટી લાગુ થયા પછીનું આ પ્રથમ બજેટ વિશેષ ધ્યાન ખેંચનારું હશે તે ગુજરાતના વિકાસ માટે ખુબ મહત્વનું બની રહેશે.

આધારભૂત માહિતી પ્રમાણે આ વિધાનસભા સત્રમાં કુલ 7 વિધેયક રજૂ થશે. 19 ફેબ્રુઆરીએ જ 3 વિધેયક ગૃહમાં રજૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેમાં ખેતીની જમીનના ટૂકડા પડતાં અટકાવવા તથા એક્ત્રિકરણનું સુધારા વિધેયક રજૂ થશે. આમાં સુધારા કરીને જમીનની તબદિલી બદલ જમીનની બજાર કિંમતને બદલે જંત્રીની કિંમતે દંડ ભરવો પડશે, તેવો ખરડો લાવવામાં આવશે. પહેલાં વટહુકમ બહાર પાડીને અમલી બનાવાયેલા નાણા ધિરધાર કરનાર બાબતના અધિનિયમનો સુધારો કરતું બિલ લાવવામાં આવશે. રોડ સેફટી ઓથોરિટીની રચાનનું બિલ પણ લાવવામાં આવશે.

(10:10 pm IST)