Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ભાજપે બજેટ પૂર્વે પૂર્વ ધારાસભ્યોને અપી વ્હીપઃ ફરજીયાત હાજરી પર ભાર

ગાંધીનગર : આવતીકાલથી ગાંધીનગર ખાતે મળી રહેલ પ્રથમ વિધાનસભાની બેઠકમાં તમામ ધારાસભ્યોને અચુક હાજર રહેવાની વ્હીપ અપાઇ છે.

બજેટ સત્ર પૂર્વે ગાંધીનગરમાં ભાજપની બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલ 2 ખાતે યોજાયેલી આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યોને લઈને 3 લાઈનનો વ્હીપ આપવામાં આવ્યો છે. ધારાસભ્યોને સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા વ્હીપ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે આવતીકાલ સોમવાર તારીખ 19મી ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં અનેક વિધેયક ચર્ચા માટે આવવાના છે ત્યારે તે પસાર કરાવવા પક્ષ દ્વારા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને વ્હીપ આપી વિધાનસભા ગૃહમાં હાજર રહેવા તાકિદ કરવામાં આવી છે. ભાજપની આ બેઠકમાં સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી અને કોંગ્રેસ દ્વારા ઉઠાવાતા પ્રશ્નોને કેવી રીતે કાઉન્ટર કરવા તે વિશે પણ સમજ આપવામાં આવી હતી.

વિધાનસભા સત્રમાં અનેક પૂરાણા ચહેરાઓ જોવા મળશે નહિં, જ્યારે અનેક નવા ચહેરા જોવા મળશે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો હોય, ગૃહમાં સ્થિતિ જોવા લાયક બની રહેશે.

(10:09 pm IST)