Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

મહેસાણા જીલ્લાના વડનગર, ખેરાલુ તથા વીજાપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી ૧૯ ફેબ્રુઆરીના રોજઃ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મતગણતરીના વિસ્તારમાં પ્રતિબંધક આદેશ જાહેર કરાયા

મહેસાણાઃ મહેસાણા જિલ્લાની વડનગર, ખેરાલુ તથા વીજાપુર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ થનાર છે. જેમાં મતગણતરી સરળ અને શાંતિપૂર્ણ રીતે સંચાલન થાય અને તેમાં કોઇપણ અવરોધ પેદા થાય નહીં તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સુચારૂ આયોજન માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તારીખ ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના ૦૦.૦૦ કલાકથી ૨૦.૦૦ કલાક કે મતગણતરી પુરી થાય તે બે માંથી જે વહેલુ હોય તે સમય દરમ્યાન વડનગર, ખેરાલુ તથા વીજાપુર નગરપાલિકાના મતગણતરીના સ્થળના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશ બહાર પાડવામાં આવેલ છે. જેમાં મતગણતરી કેન્દ્રના ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના વિજાણું સાધના લાવવા પર પ્રતિબંધાત્મક આદેશ, મતગણતરી કેન્દ્રના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતાં વધુ માણસો બિન અધિકૃત રીતે મતગણતરીના કામે ઉપયોગમાં લેવાનાર મકાન તથા કે તેના કમ્પાઉન્ડની અંદર ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કર્યો છે.

આ આદેશ ચૂંટણી અંગેની મતગણતરીની કામગીરી માટેની ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ સ્ટાફ તથા અન્ય સુરક્ષા સ્ટાફ, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીઓ, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરવામાં આવે તેને લાગુ પડશે નહીં.

સદરહુ હુકમના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. ક.૧૮૮ ગુ.પો.અધિ.કા.-૧૩પ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે તેવું શ્રી રાજેશ ડી. સિધ્ધપુરા (૯૯૯૮૩ ૦૧૯૬૨), (૯૪૦૮૭ ૪૧૪૨૩)ની યાદી જણાવે છે.

 

(6:19 pm IST)