Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

કેલીફોર્નીયાની મહિલા ભરૂચ દાંડી વિશ્રામ આશ્રમથી ઉંધી દાંડી યાત્રાનો પ્રારંભ

વડોદરાઃ મહાત્મા ગાંધીજીનાં વિચારોને આવકારીને વિદેશી મહિલાએ ઉંધી દાંડી યાત્રા કરતા લોકો તેને જોવા ઉમટયા હતા.

 ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલી અને તેમના વિશે સંશોધન કરી રહેલી કેલીફોર્નિયાની 71 વર્ષીય એલીસ ઉંધી દાંડીયાત્રા દરમિયાન ભરૂચ ખાતે આવેલા દાંડી વિશ્રામ સ્થળની મુલાકાત લીધી હતી

મહિલા જાગૃતિ અને તેઓના અધિકાર અંગે કાર્ય કરતી કેલીફોર્નિયાની ૭૧ વર્ષીય એલીસ ગાંધી વિચારોથી અત્યંત પ્રભાવિત હોઇ તેઓ પર તે સંશોધન કરી રહી હોવાથી ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહની લડતની યાદગાર એવી દાંડીયાત્રાના માર્ગે પાંચમી ફેબ્રુઆરીથી દાંડીથી ઉંધી દાંડીયાત્રાનો તેમણે પ્રારંભ કર્યો છે

તેઓની સાથે મુંબઇની સામાજીક ક્ષેત્રે કાર્યરત વ્હાઇટ પીપલના શાહીદખાન અને રીપલ ઇફેકટના સુનીલ ભારતી પણ જોડાયા છે. ઉંધી દાંડીયાત્રા દરમિયાન આ ગાંધીપ્રેમીઓ ભરૂચ આવી પહોંચતા સેવાશ્રમ સંકુલમાં આવેલા અને જયાં ગાંધીજીએ દાંડીયાત્રીઓ સાથે વિસામો કર્યો હતો. તે દાંડી વિશ્રામ સ્થળની મુલાકાત લઇ સંગ્રહાલય નિહાળ્યું હતું

તેઓની સાથે દાંડીયાત્રામાં જોડાયેલા વ્હાઇટ પીપલના શાહીદખાને જણાવ્યું હતું કે દાંડીયાત્રાના માર્ગમાં દ્યણા લોકોને દાંડીયાત્રા અને ગાંધીજી વિષે જાણકારી નહીં હોવાનું કહી તેઓના આદર્શોને જીવનમાં ઉતારવામાં આવે તે માટેના પ્રયાસો તેઓની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું

કેલીફોર્નિયાની એલીસ સાથે ભરૂચના ત્રાલસા ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવિણભાઇએ પણ તેઓના અનુભવ વર્ણવ્યા હતા. અત્યાર સુધી ૧૮૦ કિલોમીટરની પદયાત્રા કરનાર એલીસ ૨૭મી ફેબુ્રઆરીએ સાબરમતી આશ્રમે પહોંચી. તેઓની ઉંધી દાંડીયાત્રાનું સમાપન કરશે તે દરમ્યાન મહામાનવ ગાંધીજીના જીવન વિશેની રોચક માહિતી મેળવશે

એક વિદેશી વૃધ્ધા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન વિશે પ્રભાવિત છે ત્યારે ભારતીયો જ પોતાના રાષ્ટ્રપિતાના આદર્શો અને જીવન પ્રત્યે બેખબર હોય તે ખરેખર શરમજનક કહી શકાય

(5:20 pm IST)