Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ઉડે દેશ કા આમ નાગરીક યોજના અંતર્ગત અમદાવાદ મુદ્દે વચ્ચે હવાઇ યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ અને મુંદ્રા વચ્ચે ઉડાન નામની હવાઇ યાત્રાનો શુભારંભ કર્યો હતો.

આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉડાનને લીલી ઝંડી આપી દીધી છે ઉડે દેેશ કા આમ નાગરિક' યોજના અંતર્ગત એર ઓડિશાની પહેલી ફ્લાઇટ અમદાવાદથી મુન્દ્રા સુધી ઉડાન ભરી હતી. પ્રથમ તબક્કામાં અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી જામનગર, દિવ અને મુન્દ્રા સુધીની ફ્લાઇટ સર્વિસનો પ્રારંભ કર્યો છે. એર ઓડિશાએ ઉડાન યોજના અંતર્ગત નવા એરપોર્ટ્સ અને શહેરોને જોડતાં 50 થી વધુ રૂટ્સ મેળવ્યા છે.

એર ઓડિશાના અને ઉડાનના યોજનાનો હેતુ કનેકિટવિટી વધારવાની સાથે સાથે સસ્તા દરે જનતાને મુસાફરી કરાવવાનો છેએર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત પહેલાં તબક્કામાં મોટી સંખ્યામાં રૂટ્સ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એર ઓડિશાએ ગુજરાત સ્ટેટ એકસપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (GSIC), મોનાર્ક ગ્રુપ અને એર ડેક્કનનું સંયુકત સાહસ છે.

આ પ્રોજેકટની શરૂઆત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આ પ્રોજેકટ હેઠળ સામાન્ય માણસ પણ ઓછા દરે વર્ષમાં 2 વખત હવાઇ સફર માણી શકશે. એર ઓડિશા અને ઉડાના યોજનાનો હેતુ દેશના ખૂણે ખૂણે એર કનેકિટવિટી વધારવાનો છે. જેમાં તે ન વપરાયેલી એર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરશે.’’

(5:19 pm IST)