Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વિવાદાસ્પદ ચિત્રકાર ચંદ્રમોહને હેડ ઓફીસને સળગાવી દેતા જામીન અરજી નામંજુર

વડોદરાઃ દેવી-દેવતાના નગ્ન ચિત્રો દોરનાર વિવાદાસ્પદ ચિત્રકાર ચંદ્રમોહનની જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. ૧૧ વર્ષ પૂર્વે હિન્દુ દેવી દેવાતાઓના નગ્ન ચિત્રો બાબતે વિવાદમાં દ્યેરાયેલા અને સસ્પેન્ડ થયેલા એમ.એસ.યુનિ.ની ફાઇન આર્ટસના વિદ્યાર્થી ચંદ્રમોહન એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસે જઇ ધમાલ મચાવી ઓફિસ સળગાવી દીધી હતી. વીસીની પીએને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ગુનામાં ચંદ્રમોહનની જામીન અરજી નામંજૂર થઇ છે.

વર્ષ ૨૦૦૭માં એમ.એસ.યુનિવર્સિટીના ફાઇનઆર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી શ્રીલમનતુલા ચંદ્રમોહન શંકર ઐયા એ હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો જાહેરમાં મૂકતા વિવાદ સર્જાયો હતો અને તેને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો

ગઇ તા.૨જી ફેબુ્રઆરીએ ચંદ્રમોહન એમ.એસ.યુનિવર્સિટીની ફતેગંજ ખાતે આવેલ હેડઓફિસે ગયો હતો. અને વીસીના પીએની ચેમ્બરમાં જઇ રિવોલ્વર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને પીએ પર તેમજ ઓફિસમાં કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી

આ કેસમાં સયાજીગંજ પોલીસે ચંદ્રમોહન સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલા ચંદ્રમોહને જામીન પર છૂટવા માટે કરેલી અરજી ન્યાયાધીશ એન.એસ. દવે એ નામંજુર કરી છે. સરકાર તરફે વકીલ કપિલ જોશીએ રજૂઆતો કરી હતી

અદાલતે ચુકાદામાં નોધ્યું હતું કે જયારે યુનિવર્સિટી સંસ્થા હોય અને આવુ કૃત્ય આરોપી પોતાનું કામ કરાવવા માટે કરતો હોય તે સંજોગોમાં હળવો વ્યૂ લઇ શકાય નહી જો આવા કિસ્સામાં અરજદારને જામીન પર મુકત કરવામાં આવે તો દાદાગીરીથી ખોટી રીતે પોતાનું કામ કરાવી જાય અને કાયદેસર રીતે કામ ના થાય અને ગેરકાયદે કામોને પ્રોત્સાહન મળે તેવા સંજોગો થાય જો અરજદારને જામીન પર મુકત કરવામાં આવશે તો તેની સમાજમાં અવળી અસર ઉભી થશે.

 

(5:18 pm IST)