Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સુરતથી અમરેલી લગ્નમાં જઇ રહેલા પરીવારની કારને કન્ટેનરે હડફેેટે લેતા પ ને ઇજા

ફોટો૦૦૦

 

સુરતઃ અમરેલી લગ્નમાં આવી રહેલા સુરતના હિરાના વેપારીની કાર નદીમાં ખાબકતા પ વ્યકિતને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહીતી મુજબ  સુરતના વરાછા વિસ્તારની કણકુંજ સોસાયટીમાં રહેતાં હિરાના વેપારી ભરતભાઈ અરજણભાઈ શીંગાળા તેમના બહેન સીમાબેન સુરેશભાઈ માલવિયા તેમજ ભાણેજ શિલ્પાબહેન ઘનશ્યામ લક્કડ, ભાણીના પતિ દ્યનશ્યામ કાળુભાઈ લક્કડ અને સાત વર્ષના પુત્ર દક્ષસાથે સુરતથી સવારે છ વાગે તેમના વતન અમરેલીના લીલીયા ગામે લગ્નપ્રસંગમાં જવા માટે દ્યનશ્યામભાઈની સ્વીફ્ટ કારમાં નીકળ્યા હતા.

બપોરે બે વાગ્યાના અરસામાં તેઓ હાઈવે પર જામ્બુવાથી તરસાલી જવાના રોડ પર સાંકડા બ્રીજ પરથી પસાર થતા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવેલા એમએચ-૦૪-ઈવાય-૩૯૭૭ નંબરના એક કન્ટેનરના ચાલકે ભરતભાઈની કારને પાછળથી જોરથી ટક્કર મારી હતી

જેના કારણે કાર રોડ સાઈડનું ડિવાઈડર તોડીને જામ્બુવા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારનો ખુડદો બોલાઈ ગયો હતો, પરંતુ સધ્નસીબે કોઈ જાનહાનિ નહોંતી થઈ

આ બનાવના પગલે ટોળાં ભેગા થતાં તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં જાણ કરાતાં પાંચેય ઈજાગ્રસ્તોને મકરપુરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં કારમાં બેઠેલા પાંચેય સભ્યોને ઈજાઓ પહોંચી હતી. જેમાં ભરતભાઈને કમરનાભાગે તેમજ સીમાબેનના ડાબા ખભે ફ્રેકચર થયુ હતુ. આ બનાવના પગલે કન્ટેનર ચાલક તેનું કન્ટેનર દ્યટનાસ્થળે છોડીને પલાયન થયો હતો.

(5:18 pm IST)