Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં ત્રીજા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા યુવાન કારીગરનું મોત

સુરત: શહેરના પાંડેસરાની ઉમા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ લૂમ્સ કારખાનાના ત્રીજા માળેથી આજે વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયેલા યુવાન કારીગરનું મોત થઇ ગયું હતું, જોકે આ ઘટનાને લઈને તેના ભાઈએ અનેક પ્રકારની શંકા- કુશંકાઓ સેવાય હતી.

નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, પાંડેસરામાં આવેલ જય અંબે નગરમાં રહેતો 28 વર્ષીય મહેશકુમાર રમેશચન્દ્ર કશ્યપ બમરોલી રોડ પર આવેલા ઉમા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ જય વિજય ટેક્સ્ટાઇલ નામના લૂમ્સ કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. દરમિયાન આજે વહેલી સવારે કારખાનાની નીચે તે રહસ્યમય સંજોગોમાં પડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો, અન્ય કારીગરોની નજર પડતા આ અંગે શેઠને જાણ કરતા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ કારીગરને સારવાર માટે નવી સિવિલ હોસ્પ્ટિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(5:49 pm IST)