Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વડોદરાના નવાયાર્ડમાં રહેતા 23 વર્ષીય યુવક ચાલુ બાઇકે નીચે પટકાતા સારવાર દરમ્યાન મોત

વડોદરા: શહેરના નવાયાર્ડમાં રહેતો ૨૩ વર્ષનો યુવક દેણા બ્રિજ પાસે સ્પીડબ્રેકર કુદાવતા ચાલુ બાઇક પરથી પડતા ઇજાગ્રસ્ત થયો હતો.  ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. 

છાણી રોડ રસુલજીની ચાલીમાં રહેતો ૨૩ વર્ષનો મોહમદઆદિલ  મોહમદસાબિર પઠાણ સિઝનલ ધંધો કરે છે. ગત ૧૫મી  તારીખે મિત્રની બાઇક લઇને દેણા બ્રિજ પાસેથી પસાર થયો હતો. તે સમયે અચાનક સ્પીડબ્રેકર આવતા તેણે બેલેન્સ ગુમાવતા બાઇક પરથી નીચે પટકાયો હતો.  ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. 

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસેથી બાઇક લઇને જતા સફાઇ સેવક તરૃણ બાબુભાઇ સોલંકીને એક કારચાલકે  અડફેટે લેતા માથાના ભાગે ગગંભીર ઇજા પહોંચી હતી. તરૃણ સોલંકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.  પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયુ છે. આ અકસ્માત કરનાર કારચાલકે થોડે દુર અન્ય એક કાર સાથે પણ અકસ્માત કર્યો હતો.  માંજલપુર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:49 pm IST)