Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મહિલા સ્નાન કરતી હોવાનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી નરાધમે દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતી મહિલાનો ન્હાતી વખતનો વિડીયો છૂપાઈને ઉતાર્યા બાદ વિડીયો વાઈરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરનારા યુવક વિરૂધ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આંબાવાડી વિસ્તારમાં રહેતી 37 વર્ષની મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. એક બે વર્ષ અગાઉ તે તેમની બહેનની દિકરીના લગ્નમાં લીમડી ખાતે ગયા હતા. જ્યાં તેમના કૌટુબિક સંબંધીના દિકરા હરીશ (નામ બદલ્યું છે) સાથે થઈ હતી.

જેમા તેમણે એકબીજાના મોબાઈલ નંબર લીધા હતા અને ફોન પર વાતચીત કરતા હતા. જોકે હરીશ અવારનવાર મહિલા પાસે ખોટી માંગણી કરીને હેરાન કરતો હતો. પરંતુ મહિલા તેને કૌટુંબિક ભાઈ માનતી હોવાથી તેને કંઈ કહ્યું ન હતું.

(5:49 pm IST)