Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

‘તું કેટલી જાડી થઇ ગઇ છે, ભેંસ જેવી થઇ છે' તેમ કહીને અમદાવાદની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદઃ પિતાએ કેનેડા જવા 80 લાખ ખર્ચી નાખ્‍યા છતાં સાસરીયા રૂપિયા માંગતા

અમદાવાદ: સાસરિયાં અને પતિના ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળેલી મહિલાએ રવિવારે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

થાઈરોડની બીમારીથી મહિલાનું શરીર વધી જતાં સાસુ-સસરા અને દિયર પરિણીતાને કહેતા તું કેટલી જાડી થઈ છે, ભેંસ જેવી થઈ છેમહિલાના પિતાએ લગ્ન, કરિયાવર, કેનેડા જવા અને ત્યાં સ્થાયી થવા માટે 80 લાખ રૂપિયા દીકરીનું લગ્ન જીવન ટકાવવા ખર્ચી નાંખ્યા છતાં પણ સાસરિયાં વધુ રકમની માંગ કરતા હતા. પત્નીને કેનેડા બોલાવી પતિએ ખાવા-પીવાનું ખર્ચ બંધ કરતા યુવતી બીમાર પડી પિતાએ ફલાઈટની ટિકિટ મોકલતા પિયરમાં આવી હતી. કેનેડામાં યુવતીની કોઈ આવક હોવાના ફોર્મમાં સહી લઈ પુત્રનો કબ્જો પણ પતિએ મેળવી લીધો હતો.

સુભાષબ્રિજ પાસે કેશવનગર પાસે સોસાયટીમાં રહેતી મેઘા પટેલે પતિ મલ્હાર પટેલ, સસરા પ્રફુલચંદ્ર, સાસુ તારાબહેન અને દિયર જીગેશ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, 2012માં મેઘાના લગ્ન મલ્હાર સાથે થયા બાદ કારીયાવરમાં 230 ગ્રામ દાગીના અને રૂ.1.45 લાખની રોકડ લઈ તે સાસરીમાં ગઈ હતી. લગ્નના દોઢ મહિના બાદ મેઘાના ધ્યાને આવ્યું કે, પતિના ઇન્કમટેક્સ રિટર્નમા બતાવેલી આવક કરતા અને મેરેજ બ્યુરો પ્રોફાઇલમાં વધુ આવક લખી છે. બાબતે મેઘાએ મલ્હારને પૂછતાં પતિએ તકરાર કરી હતી.

થાઇરોડને કારણે મેઘાનું શરીર વધી જતાં સાસુ-સસરા અને દિયર કહેતા- તું ભેંસ જેવી થઈ ગઈ છે.પતિ પણ અવારનવાર ત્રાસ આપતો હતો. પતિ મલ્હારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લેવા મેઘાના પિતા પાસે રૂ. 4.50 લાખ લીધા હતા. જે બાદમાં કેનેડાની વિઝા ફાઇલ કરવા માટે 8 લાખ, કેનેડામાં સેટ થવા માટે રૂ.9,03,296 ની રકમ આપી હતી. તે પછી મેઘા અને મલ્હાર કારીયાવરનું 230 ગ્રામ સોનું કેનેડા લઈ ગયા હતા.

કેનેડામાં પતિ-પત્નીના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા જેનો આર્થિક વ્યવહાર મલ્હાર સંભાળતો હતો. મેઘા હિસાબ પૂછે તો કોઈ જવાબ આપતો હતો અને ઝઘડો તકરાર કરતો હતો. 2017માં મેઘા ગર્ભવતી થઈ સાસુ જાતિ પરીક્ષણ કરાવવા દબાણ કરતા અને ધમકી આપતા કે પરીક્ષણ કરાવે તો સુવાવડમાં આવીશું નહી અને પતિને કહેતા ગર્ભપાત કરાવી નાખ.

બાળકની વસ્તુઓ બાબતે વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા મલ્હારે પત્ની મેઘાને ધક્કો મારતા ઓપરેશન કરાવવું પડ્યું અને અધૂરા માસે બાળકનો જન્મ થયો હતો. પતિ મલ્હારે કેનેડામાં સેટ થવા વધુ રૂ.12.40 લાખની રકમ મેઘાના પિતા પાસે માંગતા તેઓએ આપી હતી. 2019માં સામાજિક જવાબદારી પતાવવા મેઘા પુત્ર સાથે અમદાવાદ આવી હતી.

નવરાત્રી,દિવાળીમાં મેઘા સાસરીમાં ગઈ, ત્યારે તેની પાસે સાસરીયાએ પૈસાની માંગણી કરી હતી. પિયરમાં મેઘા આવી ત્યારે તેની સાથે ગયેલા સસરાએ વેવાઈ પાસે રૂ.40 હજારની માગણી કરી પણ મેઘાના પિતાએ હું અત્યાર સુધી રૂ.80 લાખ આપી ચુક્યો હવે પૈસા નહી આપું,મારી બીજી દીકરીના પણ ખર્ચ હોય છે. તેવો જવાબ આપતા મેઘાના સસરા ઉશ્કેરાયા અને કહ્યું કે,મારો છોકરો કેનેડાથી છૂટાછેડા લઈ લેશે બીજા દહેજ આપવા વાળા મળી રહેશે.

ડીસેમ્બર, 2019માં મલ્હારે મોકલેલી છૂટાછેડાની નોટીસ આપી સસરા એલફેલ બોલી જતા રહ્યા હતા. તે પછી પતિના કહેવાથી મેઘા પિતાના પૈસે કેનેડા ગઈ ત્યાં પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પતિએ મેઘા પાસે કોઈ આવક હોવાના ફોર્મમાં સહી કરાવી પુત્રનો કબ્જો લઈ લીધો હતો.પત્નીનો ખાવા-પીવાનો ખર્ચ બંધ કરી દીધો આથી તે બીમાર પડી ગઈ હતી. પતિએ 230 ગ્રામ દાગીના પણ પરત આપ્યા હતા. પિતાએ ફલાઈટની ટિકિટ મોકલતા મેઘા પરત અમદાવાદ પહોંચી હતી.

(5:20 pm IST)