Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુંદરપુરા ગામ પાસે સ્કૂલેથી પરત ઘરે જતી સગીરાની છેડતી કરનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) નાંદોદ તાલુકાના વાવડીથી સુંદરપુરા જવાના રસ્તે ભોગબનનાર સગીરા (ઉ.વ.૧૪) પોતાની બહેનપણી સાથે વાવડી ગામે આવેલ સુખદેવજી સરસ્વતી સ્કુલેથી ચાલતી પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં ભાર્ગવ ઉર્ફે ભગો રામુભાઇ વસાવા ( રહે. સુંદરપુરા) રસ્તામાં મોટર સાયકલ લઈ ઉભેલો જેણે સગીરા પાસે જઇ મારી સાથે બોલવુ છે કે નહી ? તેમ કહી ઓઢણી ખેંચી ફરીયાદીનો હાથ પકડી ખેચતાણ કરતા તે વખતે રસ્તા ઉપર કોઇ રાહદારીને આવતા જોઇ ભાર્ગવ મોટર સાયકલ ઉપર બેસી નાશી ગયેલ ત્યારબાદ ગભરાયેલી સગીરા એ ઘરે જઇ આ બનાવની જાણ પોતાના ભાઇને કરતા ભાઈએ ભાર્ગવને મારી બહેન સાથે કેમ આવું કરે છે ? તેવી વાત કરતા તે ગમે તેમ ગાળો બોલી તેમને જીતગઢ ગામના બસ સ્ટેશન બોલાવી સગીરા ના ભાઇને ગાલ ઉપર બે ત્રણ તમાચા મારી નાશી જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ભાર્ગવ વિરુદ્ધ પોસ્કો સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:52 am IST)