Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ન્યારી-ર જળાશયમાંથી પાણીનો ર૦૦ MCFT જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે ફાળવાશે

મેટોડા -સરપદડ-બોડીઘોડી ગામોના કમાન્ડ વિસ્તાર બહારના ધરતીપુત્રોની વર્ષો જુની સિંચાઇ સમસ્યાનું નિવારણ લાવતા વિજયભાઇ રૂપાણી: ન્યારી-ર સિંચાઇ યોજનાના પાણીનો સિંચાઇ લાભ વધુ ૧પ૭ હેકટર વિસ્તારને મળશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણાયક નેતૃત્વના આગવા અભિગમની પ્રતીતિ કરાવતાં રાજકોટ જિલ્લાની ન્યારી-ર સિંચાઇ યોજનાના પાણીનો લાભ સિંચાઇ માટે વધુ ૧પ૭ હેકટર વિસ્તારને આપવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે

   મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજકોટ જિલ્લાના મેટોડા, સરપદડ અને બોડીઘોડી ગામોના ન્યારી યોજનાના કમાન્ડ વિસ્તાર બહારના જે ખેડૂતપુત્રો સિંચાઇ પાણીથી વંચિત રહી ગયેલા છે તેમને હવે ન્યારી-ર ના પાણીનો ર૦૦ એમ.સી.એફ.ટી જેટલો પાણીનો જથ્થો સિંચાઇ સુવિધા માટે ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિસ્તારના કિસાનોની સિંચાઇ માટેના પાણીની વર્ષોજૂની સમસ્યાનું નિવારણ લાવતાં ન્યારી-ર જળાશયમાં રાજકોટ મહાનગર પાલિકા માટે અનામત રાખવામાં આવતો ર૦૦ એમ.સી.એફ.ટી જથ્થો હવે, ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળે તે માટે આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.
   અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર પાસે ૧૯૮૬માં ન્યારી નદી પર નિર્માણ થયેલ આ ન્યારી-ર યોજનાની કુલ સંગ્રહશક્તિ ૪૩ર મીલીયન ઘનફૂટ છે અને કેનાલો મારફતે ૧૩૯૦ હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવેલું છે.
   પ્રવર્તમાન સ્થિતીએ ન્યારી-ર સિંચાઇ યોજનાના કમાન્ડ વિસ્તારના મેટોડા, રંગપર, સરપદડ, બોડીઘોડી, પાટી-રામપર તથા વણપરીના કુલ છ ગામોના ૧૦૯પ હેકટર વિસ્તારને સિંચાઇ લાભ પ્રાપ્ત થાય છે.
   મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ હવે વધુ ૧પ૭ હેકટર વિસ્તારને ન્યારી-ર સિંચાઇ યોજનામાંથી સિંચાઇ માટે પાણી આપવાના કરેલા સંવેદનાસ્પર્શી નિર્ણયથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવાથી કિસાનોની આવક બમણી કરવાનો ઉમદા હેતુ પાર પડશે. 

(5:49 pm IST)
  • પોલીઓની જેમ જ દેશમાંથી કોરોના પણ ભગાડશું: અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને કોરોના રસીકરણને લઈને ટ્વીટ કરી કહ્યુ કે જેમ પોલિયોને આપણે ભારતમાંથી નાબુદ કર્યો તેમ જ ભારતને કોરોના મુક્ત પણ કરીશુ. access_time 8:35 pm IST

  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • પ્રજાસત્તાક દિવસે આઉટર દિલ્હી રીંગ રોડ ઉપર ખેડૂતો પરેડ કરશે : પોણા બે મહિનાથી કૃષિ કાનૂનોના વિરોધમાં આંદોલન ચાલવી રહેલા આંદોલનકારી ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ: કિસાન નેતાઓની જાહેરાત access_time 8:33 pm IST