Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમદાવાદ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં કોલ્ડવેવ

નલિયામાં સતત બીજા દિવસે પારો ચારથી નીચે : સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી યથાવત રહી અમદાવાદમાં તાપમાન ૧૦.૪ થયુ : જનજીવન ખોરવાયુ

અમદાવાદ, તા.૧૮ : કોલ્ડવેવની ચેતવણી વચ્ચે ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ કાતીલ ઠંડીનું મોજુ રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારો આજે સતત બીજા દિવસે પણ ૧૦ ડિગ્રીથી નીચે તાપમાન સાથે રહ્યા હતા. સતત બીજા દિવસે નલિયા ઠંડુગાર રહ્યું હતું. અહીં લઘુત્તમ તાપમાન . ડિગ્રી રહ્યું હતું. જેથી જનજીવન સંપૂર્ણ પણે ખોરવાયેલું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઠંડીના સંકજામાં આવી ગયા છે. લોકો મોડે સુધી ઘરની બહાર નીકળી રહ્યા નથી. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો ખાસ કરીને રાજકોટ, દ્વારકા અને કચ્છમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કોલ્ડવેવની ચેતવણીને લઇને તમામ લોકો સાવચેત બન્યા છે. રાજકોટ, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

                બનાસકાંઠામાં પણ કાતિલ ઠંડીની સાથે સાથે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ સમગ્ર ગુજરાતમાં લોકો કરી રહ્યા છે. ઠંડીથી બચવા માટે પણ જુદા જુદા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આજે કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજે ઘટીને ૧૦. ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે પારો ૧૦ ડિગ્રી સુધી રહી શકે છે. કોલ્ડવેવની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા બાદ તમામ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેથી સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની અસર જોવા મળી રહી છે.

                 હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાજારી રહેતા તેની આંશિક અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. કાતિલ ઠંડીથી અમદાવાદમાં જનજીવન ઉપર અસર થઇ છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના  ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે

ક્યાં કેટલું તાપમાન.....

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૦.

ડિસા

ગાંધીનગર

.

વીવીનગર

૧૦.

વડોદરા

૧૧.

સુરત

૧૩.

અમરેલી

.

કેશોદ

.

રાજકોટ

.

સુરેન્દ્રનગર

.

મહુવા

.

ભુજ

.

નલિયા

.

કંડલા એરપોર્ટ

.

(8:23 pm IST)