Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગાંધીનગરમાં ગઠીયાઓનો તરખાટ: લગ્નમાં જઈ રહેલ મહિલાના પર્સની ઉઠાંતરી: 2.39 લાખના દાગીનાની ચોરી

ગાંધીનગર: શહેરમાં ગઠીયાઓનો તરખાટ વધી ગયો છે અને તેમાં પણ ખાસ કરીને એસટી ડેપો ખાસ ટાર્ગેટ રહયું છે ત્યારે લગ્નપ્રસંગમાં જઈ રહેલી મહિલાના પર્સમાંથી ગઠીયાઓ ર.૩૯ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે મહીલાએ સે-૭ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ગઠીયાઓને પકડવા દોડધામ શરૂ કરી છે. 

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં એસટી ડેપોમાં દર આંતરે દિવસે રોકડ કે દાગીના ચોર્યાની ઘટના બની રહી છે અહીં સઘન સીસીટીવી સર્વેલન્સની સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી બન્યો છે તેમછતાં તે નહીં થવાના કારણે અવારનવાર લોકો ગઠીયાઓનો ભોગ બની રહયા છે. ત્યારે શહેરના સે-૧૪માં પ્લોટ નં.૧૮૨/૧માં રહેતાં રાજેશ્વરીબા દિવ્યરાજસિંહ વાઢેર ગત બુધવારે મોરબી ખાતે સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે જવાનું હોવાથી તેમના દાગીના લઈને પુત્ર અને તેમની બહેન સાથે પતિની કારમાં ગાંધીનગર એસટી ડેપો પહોંચ્યા હતા. 

(5:17 pm IST)