Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાસદ પોલીસે માહિતીના આધારે અડાસમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 6ને ઝડપ્યા: 1 ફરાર

વાસદ: શહેર  પોલીસે ગઈકાલે બપોરના સુમારે મળેલી એક ચોક્કસ માહિતીના આધારે અડાસના અંબા માતાવાળા ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે ભગો ભગવાનભાઈ રાજ પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી પોલીસે છાપો મારતાં મહેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. 
જ્યારે ઘરમાંથી અજીતસિંહ ચન્દ્રસિંહ રાજ, હમીદ ઉર્ફે જાડો કેશરસિંહ પરમાર, ઈબ્રાહીમ ઉર્ફે કાળીયો જશુભાઈ પરમાર, રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ પ્રતાપસિંગ પરમાર, ભીખાભાઈ જીતસિંગ પરમાર તથા મહેબુબખાન ઉર્ફે મામાસ રમજુસા દિવાન ઝડપાઈ જવા પામ્યા હતા. 
પોલીસે કુલ ૧૧૮૦૦ રોકડા તેમજ ત્રણ મોબાઈલ મળીને કુલ ૧૫૮૦૦નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(5:50 pm IST)