Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કપડવંજ: રેલીયા ચેકપોસ્ટ નજીકથી પોલીસે 12 જીવતા કારતુસ સાથે ચાલકની ધરપકડ કરી: પોલીસને જોઈ ચાર શખ્સ રફુચક્કર

કપડવંજ:કપડવંજ-મોડાસા રોડ ઉપર આવેલી રેલીયા ચેક પોસ્ટ પરથી બુધવારની રાત્રે પોલીસે એસ્ટીમ કારમાંથી દેશી તમંચો તેમજ ૧૨ જીવતા કારતૂસ ઝડપી પાડ્યા હતા. જો કે કારનો ચાલક સહિત ૪ પોલીસને જોઈ કાર મૂકી ફરાર થઈ ગયા હતા. 

કપડવંજ રૂરલ પોલીસ ગઈકાલે રાત્રે રેલીયા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી ત્યારે મોડાસા તરફથી મારૂતી એસ્ટીમ ગાડી નં. એચઆર ૨૬ એસી ૯૩૭૬માં સવાર ચાર ઈસમો કાર બીનવારસી મૂકી અંધારાનો લાભ લઈ ખેતરાળુ રસ્તે થઈ ફરાર થઈ ગયા હતા. 

પોલીસે કાર મૂકી ભાગેલા લોકોનો પીછો કર્યો હતો પરંતુ એકપણ વ્યક્તિ પકડાયો નહોતો. જેથી કપડવંજ રૂરલ પોલીસે કારની તલાસી લેતા અંદરથી દેશી બનાવટનો એક તમંચો તેમજ પાછળની સીટના હેન્ડરેસ્ટરના ભાગે ચોરખાનામાં જીવતા ૧૧ કારતુસ તેમજ તમંચામાં ભરેલો જીવતો કારતૂસ મળી કુલ ૧૨ જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે દેશી તમંચો રૂા. ૫૦૦નો તેમજ જીવતા કારતુસ નં. ૧૨ રૂા. ૧૨૦૦ તથા ગાડી રૂા. ૭૦,૦૦૦ની મળી કુલ રૂા. ૭૬૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ગાડી નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

 

(5:47 pm IST)