Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

માલ્ટાના વડાપ્રધાન સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી

વાઇબ્રન્ટ સમિટ વિકાસનું વૈશ્વિક પ્લેટફોર્મઃ માલ્ટા પ્રથમ વખત સહભાગીઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર, તા.૧૮: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વાયબ્રન્ટ સમીટના પ્રથમ દિને ઉધ્દ્યાટન સત્ર પૂર્વે આ સમિટમાં સહભાગી થવા આવેલા માલ્ટાના પ્રધાનમંત્રી અને ડેલીગેશન સાથે વન ટુ વન બેઠક યોજીને માલ્ટાની ટુરિઝમ હેલ્થ કેર અને મરીંટ્રાન્સપોર્ટેશનની કૌશલ્યતાનો ગુજરાત ના વિકાસ માં સહયોગ લેવાની અપેક્ષા વ્યકત કરી હતી.

માલ્ટા પ્રથમ વાર વાયબ્રન્ટમાં સહભાગી થયું છે તે માટે આભાર દર્શાવતા તેમણે કહ્યું કે સમિટની આ સફળ ૯મી કડી છે. હવે આ સમીટ વિશ્વના દેશો માટે વેપાર કારોબાર તેમજ નોલેજ શેરિંગ અને ડેવલપમેન્ટનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે.

આ સમીટ સૌ સહભાગી રાષ્ટ્રો માટે લાભદાયી પણ બની રહી છે.

વિજય ભાઈ રૂપાણીએ માલ્ટા પાસેથી મેરિટાઇમ સેકટર સહિત અનેક વિધ ક્ષેત્રોમાં ગુજરાતને ઘણું શીખવાની ઉત્સુકતા છે તેમ જણાવતા ઉમેર્યું કે આ સમીટની બી ટુ બી અને બી ટુ જી મિટિંગ્સ કન્ટ્રી સેમિનાર વગેરેને કારણે માલ્ટાને નવા વિકાસ અવસર મળશે..

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં માલ્ટાના પ્રધાનમંત્રીએ પણ ભારત અને ગુજરાત સાથે સંબંધોને વ્યાપક ફલક ઉપર વિસ્તારવા અને મેરિટાઇમ સેકટર સહિતના વિકાસમાં પરસ્પર સહયોગથી આગળ વધવાની તૈયારી દર્શાવી હતી.

મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન વગેરે જોડાયા હતા.

(3:29 pm IST)