Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સુરતના પાંડેસરામાં પજવણી કરતા રોમિયોની મહિલાએ ધોલાઈ :વિડિઓ વાયરલ

બીભત્સ માંગણી કરી મહિલાને હેરાન કરવા સાથે બદનામ કરવાની ધમકી આપતા રોમિયોને પાઠ ભણાવ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં પજવણી કરતા એક રોમિયોના ત્રાસથી કંટાળીને એક મહિલાએ તેની જાહેરમાં ધોલાઈ કરવાનો વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

  આ ઘટના માં સુરત ના પાંડેસરા વિસ્તારમાં જ્ઞાનેશ મિશ્રા નામનો વ્યક્તિ એક મહિલાને હેરાન પરેશાન કરી તેની પાસે બિભસ્ત માગણીઓ કરતો હતો.જેને મહિલા દ્વારા આવું ન કરી તેને હેરાન નહીં કરવા વારંવાર કહેવા છતાં જ્ઞાનેશ મિશ્રા દ્વારા મહિલાને હેરાનગતિ ચાલુ રખાઈ હતી. રોમિયો દ્વારા મહિલા પાસે જો તું રૂપિયા નહીં આપે તો બદનામ કરી દેવાની ધમકીઓ પણ અપાતી હતી. આખરે તેની હરકતોથી વાજ આવેલ આ મહિલાએ રોમિયોને સબક શીખવાડવા તેની જાહેરમાં ધોલાઈ કરી તેને પોલીસને હવાલે કર્યો હતો.

પાંડેસરા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે.

(1:28 pm IST)