Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પંચમહાલના હાલોલ ખાતે ડુપ્લીકેટ ગુટખાની કંપની ઉપર જીએસટીનો દરોડો

વડોદરા, તા., ૧૯: કેન્દ્રીય જીએસટી વિભાગે પંચમહાલના હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ એક ગુટખા કંપની ઉપર દરોડો પાડી ૭૦ કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે.

 

સેન્ટ્રલ જીએસટીના વડોદરા ક્ષેત્રીય કાર્યાલયમાં વીંગ રના અધિક આયુકત મનીષા સકરેના માર્ગદર્શન  હેઠળ ઉચ્ચ અધિકારી વૈભવસિંહ ચૌહાણ તેની ટીમ સાથે હાલોલ જીઆઇડીસી ફેઝ-૩ માં ગઇકાલે દરોડો પાડયો હતો. જેમાં પ્રતિબંધીત અલગ-અલગ બ્રાંડના ગુટખાના પાઉચ પકડી પાડેલ. જેમાં ૭૦ કરોડની જીએસટી પકડી પાડેલ. દરોડા સ્થળેથી ગુટખા બનાવવાનું મશીન, કાચો માલ તેમજ દસ્તાવેજ અને વાહનો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (૪.૪)

(11:32 am IST)