Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

હવે નદી મહોત્સવ : રાજ્યમાં 26મીથી 5 દિવસ નદી મહોત્સવની ઉજવણી થશે : સાબરમતી નદી પર કાર્યક્રમ

4 પ્રકારની થીમ જેવી કે સફાઇ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિની થીમ પર કાર્યક્રમ યોજાશે : કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરાશે.

અમદાવાદ : રાજ્ય સરકાર 26થી 30 ડિસેમ્બરના રોજ એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે.  નદી મહોત્સવનો આ પ્રોગ્રામ સાબરમતી પર યોજાશે જે 4 થીમથી આધારિત હશે.

ભારત સરકાર 15 ડિસેમ્બરના રોજ નદી મહોત્સવની ઉજવણી કરશે જ્યારે અન્ય રાજ્યો પણ ડિસેમ્બર મહિનામાં નદી ઉત્સવ ઉજવશે.  26 થી 30 ડિસેમ્બર સુધી 
અમદાવાદની સાબરમતી નદી પર કાર્યક્રમ યોજાશે જેમાં  4 પ્રકારની થીમ જેવી કે સફાઇ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિની થીમ પર કાર્યક્રમ યોજાશે.  કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરાશે. #RiverofIndia થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના કલેકટર સંદીપ સાંગલેએ આ કાર્યક્રમ વિશે માહિતી આપતા કહ્યું છે કે આ કલ્ચરલ પ્રોગ્રામ લોકો ગુજરાતની ત્રણ મોટી નદી પર ઉજવશે જેમાં સાબરમતી નદી અમદાવાદ, તાપી નદી સુરત, નર્મદા નદી ભરૂચ ગરુડેશ્વર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, દેશ આઝાદ થયાને 2022માં 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવશે.

(10:11 pm IST)