Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ સુરતના ગોડાદરામાં નિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું

આરોગ્ય રાજયમંત્રી કિશોર કાનાણી તથા સાંસદ સી.આર.પાટીલ જોડાયા

સુરત : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ સુરતના ગોડાદરા ખાતે લોકભાગીદારીથી નિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. સાથે જ આર્થિક ગુના નિવારણ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે આરોગ્ય રાજયમંત્રી કિશોર કાનાણી તથા સાંસદ સી.આર.પાટીલ જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રીએ કોરોનાના કપરા કાળમાં શહેરના સમગ્ર વહીવટીતંત્રએ સંક્રમણ અટકાવવા કરેલી કામગીરી બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શાંતિ, સલામતી અને સુરક્ષાએ સરકારની પ્રાથમિકતા રહી છે. સુરતએ એશિયાનું સૌથી ઝડપથી વિકાસ કરતુ સીટી છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાને લઈને રાજય સરકારે ડભોલી પો.સ્ટે. તથા ગોડાદરા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વેસુ અને મોટાવરાછાના ઉત્રાણ ખાતે પણ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે.

મંત્રીએ શહેરમાં આર્થિક ગુના નિવારણ શાખા આજથી શરૂ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નાના વેપારીઓ સાથે છેતરપીડી કરીને ભાગી જનારાઓ સામે કડક હાથે કામ લેવા માટે આ શાખા ધણી ઉપયોગી બનશે. જેમાં એક ડી.વાય.એસ.પી., ત્રણ પી.આઈ., પાંચ પી.એસ.આઈ, આઠ હેડ કોન્સ્ટેબલ, 20 કોન્સ્ટેબલ સહિત કુલ 50 કર્મચારીઓ ફરજ બજાવશે. શહેરની શાંતિ અને સલામતી વધુ બળવતર બને તે માટે સુરત શહેર પોલીસ વિભાગમાં 1516 ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. 912 નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. આગામી દિવસોમાં એક એડીશનલ સી.પી., ત્રણ ડીસીપી સહિત 900થી વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી

(10:40 pm IST)