Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

રાજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની રાજ્ય પર અસર : ૩ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ પારો વધારે ગગડવા માટેની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યનાં મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા . ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. ૧૨ શહેરોમાં ઠંડીનો પારો ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જ્યારે આગામી દિવસોમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે.

પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદથી ઉતર ભારતમાં ઠંડી વધી છે. રાજસ્થાનના ૧૮ શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રીની નીચે આવી ગયું છે. મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો ચમકારો વધી ગયો છે. પંચમઢીમાં સૌથી ઓછું ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ થવાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે.

રાજસ્થાનમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લગભગ ૧૮ જેટલા શહેરમાં મિનિમમ ટેમ્પરેચર ૧૦ ડીગ્રીથી નીચે આવી ગયું છે. બુધવારે સૌથી ઠંડું માઉન્ટ આબુ રહ્યું. અહીં તાપમાન . ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમૃતસરમાં રાતનું તાપમાન ડિગ્રી નોંધાયું છે. અમૃતસર શિમલાથી પણ ઠંડું રહ્યું છે. અમૃતસર, લુધિયાણા સહિત ઘણા વિસ્તારોમાં વિજિબિલિટી ૨૫ મીટરથી ઘટી રહી છે.

ઉપરાંત કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા વધતા હવે તેની અસર ઉત્તર ભારતની સાથે પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતમાં પણ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઇનસ ૧૦ ડીગ્રીથી નીચું રહ્યું હતું. બુધવારેગુલમર્ગનું તાપમાન માઇનસ ૧૧. ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન . ડીગ્રી નોંધાયો હતો.

(8:56 pm IST)