Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

૧.૫ લાખ પોલીસ-હોમગાર્ડને કોરોના વેક્સિન આપવાની તૈયારી

હોમ ગાર્ડ-ટીઆરબી જવાનોની યાદી મોકલાઈ : અત્યાર સુધીમાં ૪૫ પોલીસકર્મી-અધિકારીઓ, હોમગાર્ડ, ટીઆરબી જવાનોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે

અમદાવાદ,તા.૧૭ : દેશ સહિત દુનિયાભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે સફળ ફાઈઝરની વેક્સીન અમેરિકા અને યુ.કે જેવા દેશોમાં વપરાઈ રહી છે. ભારતમાં પણ દેશી કોરોના વેક્સીનના સારા પરિણામો સામે આવ્યા બાદ તેના ડોઝ લોકોને આપવામાં આવે તેવી ચર્ચા છે. જે માટે ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી ચૂકી છે. રાજ્યમાં કોરોનાની વેક્સીન માટે પોલીસ દ્વારા સરકારને ૯૪૦૦૦ જેટલા પોલીસકર્મીઓ/અધિકારીઓ અને ૫૦,૦૦૦ જેટલા હોમ ગાર્ડ અને ટીઆરબી જવાનોનું લિસ્ટ મોકલાયું છે. ગુજરાત પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું કે, તેમને ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે બીજા તબક્કામાં કોવિડ-૧૯ની વેક્સીન આપવામાં આવી શકે છે, જ્યારે ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સને સૌથી પહેલા. અધિકારી કહે છે, રસીકરણનો બીજો તબક્કો જાન્યુઆરી ૨૦૨૧ બાદ રૂ થઈ શકે છે.

સરકારમાં રહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪૫ પોલીસકર્મી/અધિકારીઓ અને હોમ/ટીઆરબી જવાનોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે ૪૫૦૦ જેટલા વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના રિકવર થઈ ચૂક્યા છે અને ડ્યુટી પર પાછા આવી ચૂક્યા છે. જોકે વાઈરસના રૂઆતના દિવસોમાં લોકડાઉન દરમિયાન ૫૫ વર્ષથી મોટી ઉંમરના પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને બંદોબસ્તની ડ્યુટી પરથી દૂર કરાયા હતા અને પોલીસ સ્ટેશનમાં ડ્યુટી આપવામાં આવી હતી. પોલીસ મુજબ, અત્યાર સુધીમાં ૧૪૨૩ પોલીસકર્મીઓ અને અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે,

જેમાંથી ૧૪ના મોત થયા છે અને ૧૦૬૧થી વધારે રિકવર થઈ ગયા છે. શહેર પોલીસ અધિકારીએ કહ્યું કે, ૩૫૦ કેસ હજુ પણ એક્ટિવ છે અને દર્દીઓ હોસ્પિટલ અથવા હોમ ક્વોરન્ટાઈનમાં ટ્રિટમેન્ટ લઈ રુહ્યા છે. ગુજરાત પોલીસ અધિકારીએ કહ્યું કે, તહેવારોની સીઝન ઝડપથી નજીક આવી રહી છે અને કોવિડ-૧૯ની ગાઈલડાઈન્સ તથા નાઈટકર્ફ્યૂનું પાલન કરાવવા વધારે પોલીસકર્મીઓની રસ્તા પર ફરજ બજાવતા હોય છે. એવામાં તેમને બીજા ફેઝમાં રસીકરણની રૂ છે.

(7:39 pm IST)