Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

નર્મદા જિલ્લામાં બુધવારે 11 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1693 પર પહોંચ્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના દોલત બજાર-02,નાંદોદના વડિયા-01,જીતનગર-01, ગરુડેશ્વરના કેવડીયા-01,તિલકવાડાના સેવાડા-02, જયારે સાગબારમાં-04 મળી જિલ્લા માં કુલ-11 દર્દી પોજેટિવ નોંધાયા છે.

 

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 13 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 37 દર્દી દાખલ છે.આજે 23 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લામાં કુલ 1633 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક1693 પર પહોચ્યો છે.આજે વધુ 482 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:47 pm IST)