Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

અમદાવાદની DPS ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ રાજીનામું આપ્યુ

ઈ મેઈલ મારફતે રાજીનામુ આપી હિતેશ પુરી 3 મહીનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરશે

 

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા DPS ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ રાજીનામું આપ્યુ છે. મંજુલા શ્રોફ, એચઆર એજન્સી- DPS, એડમીન ડિપાર્ટમેન્ટ, DEO અને DPEO, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગોમાં મેઈલ મારફતે હિતેશ પુરીએ પોતાના રાજીનામાની જાણ કરી હતી.

  જો કે હિતેષ પુરીએ પોતાના જુદા જુદા વિવાદ, સ્કૂલના NOC,આશ્રમ સંદર્ભે ચાલતા મામલાઓથી સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોવાનું કારણ આપ્યુ છે. ઈ મેઈલ મારફતે રાજીનામુ આપી હિતેશ પુરી 3 મહીનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરશે.

 

(12:47 am IST)