Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

હિંમતનગરના ટાવર ચોકમાં બાઇક પર આવેલા બે શખ્સોનું દુકાનમાં ફાયરિંગ

દુકાન માલિક અને અન્ય કર્મચારીએ કાઉન્ટરની નીચે છૂપાઇને પોતાનો જીવ બચાવ્યો

હિમતનગરના ટાવર ચોકમાં ક્રિષ્ના શૂઝ નામની દુકાન પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર જાગી છે મળતી વિગત મુજબ  બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરતા દુકાનની આગળના ભાગે લગાવેલા કાચ તૂટી ગયા છે. જ્યારે ફાયરિંગ થતા દુકાન માલિક અને અન્ય કર્મચારી કાઉન્ટરની નીચે છૂપાઇને પોતાનો જીવ બચાવ્યો હતો.

  જો કે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તો ઘટના બનતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ જાણી હતી. આ સાથે પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે

(11:37 pm IST)