Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

આબુમાં ઠંડીનો પારો બે ડિગ્રી પર પહોંચ્યો

પાલનપુર : ઉત્તર ભારતના પહાડો ઉપર થઇ રહેલ બરફ બારી અને ચાલી રહેલ શીત લહેરના કારણે પર્યટક સ્થળ આબુમાં પણ કડકડતી શરદીના કારણે લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટાઇને રહેવાની ફરજ પડી તેમજ નક્કી તળાવના અંદરના બોર્ડર ઉપર પણ બરફની ચાદર જામી ગઇ હતી. માઉન્ટ આબુપર્યટક સ્થળે કડકડતી શરદીના કારણે લોકો  ગરમ વસ્ત્રોમાં વળગી રહેવાની ફરજ પડી હતી. ન્યુનતમ તાપમાન ઘટીને ગુરૃશિખરમાં માયનસ બે ડિગ્રી તથા નખી તળાવના વિસ્તારમાં શુન્ય ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહ્યું હતું.આજનો દિવસ માઉન્ટઆબુ માટે મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. રાત્રે વાહનોની છત પર ઝાકળના ટીપાં બરફમાં ફેરવાયાં હતાં. જળાશયના કાંઠે બગીચાઓમાં ઘાસ પર બરફ પણ જોવા મળ્યો હતો. લોકો સવાર પડતાં સુધી રજાઇમાં રહ્યા હતા. સવારની ધુમ્મસ ધીરે ધીરે પછી ઝાંખું થઇ ગયું. લોકો ઉગતા સૂર્યનો તડકો લેવા માટે મકાનોની છત, રસ્તાના કાંઠે ઉભા જોવા મળ્યા હતા. બફીલા પવનથી બચાવવા માટે લોકો ચાની ચુસકી લઇને બોનફાયર શરીરને ગરમ કરતા રહ્યા. પ્રવાસીઓ પણ ગરમ કપડા લપેટીને ફરતા નજરે પડી રહ્યા હતા. જામેલી બરફને હાથમાં લઇને લોકો આનંદ મહેસુસ કરી રહ્યા હતા. હવામાનના બદલાવને કારણે લોકો મોસમી રોગોથી પણ પરેશાન જોવા મળ્યા હતા.

(5:30 pm IST)