Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સસ્તા હજ ટૂર પેકેજથી ચેતજો : ગાયકવાડ હવેલી પોલીસે પકડેલા નમૂનાએ અનેકને ચુનો લગાવ્યો

અમદાવાદ : ઘણી વખત સસ્તા ટૂર પેકેજના નામે લોકો લલચાઇ જતા હોય છે અને પછી ટુર ઓપરેટરને આપેલા એડવાન્સ રૂપિયા પણ પાછા આવતા નથી, સસ્તા હજ ટુર પેકેજના નામે દેશભરમાં અનેક મુસ્લિમ પરિવાર સાથે છેતરપિંડી કરનારા હાજી ઇકબાલ મુસાજી નામના શખ્સને અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે ઝડપી પાડ્યો છે.

પીઆઇ એન.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ આર.એલ.પટેલ અને અન્ય પોલીસ સ્ટાફે આરોપીને ઝડપ્યો છે, મુસ્લિમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઓફિસ નંબર ૪૧૫૬, ન્યૂ અંજુમન હાઇસ્કૂલ સામે, ગોળલીમડા, આસ્ટોડિયા રોડ, જમાલપુરથી હાજી ઇકબાલ મુસાજીની ધરપકડ કરાઇ છે.

હજના નામે છેતરપિંડી કરનારા શખ્સ હાજી ઇકબાલ મુસાજી સામે ગોવામાં કેસ નોંધાયેલો છે અને કોર્ટે તેનું ધરપકડ વોરંટ કાઢ્યું હતુ, ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ઝડપી લીધા પછી હવે ખબર પડશે કે તેને કેટલા લોકો સાથે હજ પેકેજના નામે છેતરપિંડી કરી છે, સાથે જ અન્ય કોઇ લોકો છેતરાયા છે તેમને પણ સામે આવીને પોલીસમાં વધુ માહિતી આપવી જોઇએ.

(3:45 pm IST)