Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

આણંદમાં આંકલાવ પોલીસ મથકમાંથી વિદેશી દારૂના મુદ્દામાલની ચોરી ;ચકચાર

આણંદમાં આંકલાવ પોલીસ મથકમાંથી વિદેશી દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે, પોલીસ કસ્ટડીમાંથી 69,900 રૂપિયાના વિદેશી દારૂની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે

    મળતી વિગત મુજબ આણંદના પોલીસ સ્ટેશનમાં પોલીસે 2016-17માં પકડેલો દારૂ જે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો. તસ્કરો તે જ દારૂ ચોરી ગયાની ફરિયાદ ખુદ પોલીસે નોંધાવી છે.

(11:20 pm IST)