Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સુરતમાં માતાએ 18 દિવસની દીકરીને તાપી નદીમાં ફેંકી દીધી : બે દિવસ બાદ મળ્યો મૃતદેહ

પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું

સુરત: શહેરના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. જે બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું. જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચી હતી. જેના કારણે પોલીસે શંકાના આધારે માતાની ઉલટ તપાસ કરી હતી. જે બાદ તેણે આની કબૂલાત કરી હતી. આખરે બે દિવસ પછી આ બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

(9:18 pm IST)