Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

બેસણા ગામે પુરપાટ જતી મોટરસાઇકલે અકસ્માત કરતા 03 ને ઇજાઓ પહોંચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામ પાસે પુરપાટ જતી એક મોટરસાઇકલે અકસ્માત કરતા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ કરી હતી

મળતી માહિતી મુજબ નિરમાબેન રાજેંન્દ્રભાઈ વસાવા રહે, રોહંદા પટેલ ફળીયુ તા-ડેડીયાપાડા એ આપેલી ફરીયાદ અનુસાર 14 નવેમ્બરે સાંજે સાત વાગે મોટર સાઈકલ નંબર GJ-22-L-4742  ના ચાલક પ્રવીણભાઈ બાબુભાઈ વસાવા રહે મોઝદા, તા-ડેડીયાપાડા એ પોતાના કબજામાની મો.સા પુર ઝડપે હંકારી લાવી રોડની કીનારી પાસે ઉભેલ તેમના દીકરા તેજશભાઈની સાથે એક્સિડંન્ટ કરતા ઈજાઓ પહોચાડી તેમજ પોતાને તેમજ મો.સા પાછળ બેસેલ સીતાબેનને જમણા હાથના કોણીના ભાગે ફેકચર કરી ઈજાઓ પહોચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે પ્રવીણભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:23 pm IST)