Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સુરતના વેસુમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં અચાનક આગ ભભુકતા અફરાતફરીનો માહોલ

ત્રણ એટીએમ મશીન સહિત એસી બળીને ખાખ

સુરતના વેસુ ખાતે એક શોપિંગ સેન્ટરમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં શોર્ટસર્કિટથી અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરત વેસુ ખાતે આવેલ રિલાયન્સ મોલની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં અચાનક શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં મેળવવા કવાયત હાથ ધરી હતી.આ આગની ઘટનામાં ત્રણ એટીએમ મશીન સહિત એસી બળીને ખાખ થઇ ગયું હતું. બેંક મેનેજરના જણાવ્યા પ્રમાણે એટીએમ મશીનમાં કેસ સલામત છે.

(9:56 pm IST)