Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સંતરામપુરમાં એસ,પી,હાઈસ્કૂલમાં પેપરની સીલ તૂટેલું મળતા વિદ્યાર્થીઓનો હોબાળો

સંચાલક દ્વારા વિધાર્થીઓને સમજાવી પરીક્ષામાં બેસાડવામાં આવ્યા

મહિસાગરના સંતરામપુર ખાતે આવેલ એસ.પી હાઈસ્કૂલમાં પેપરનું સીલ તૂટેલું મળ્યું હોવાના આક્ષેપ સાથે  વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો

 . કુલ 48000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. જેમાં પેપરનું સીલ તૂટેલું નીકળતા વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા. બાદમાં સંચાલક દ્વારા વિધાર્થીઓને સમજાવી પરીક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે વિદ્યાર્થીઓ દસ મિનિટ લેટ થયા હતા અને ત્યારબાદ તેમને દસ મિનિટનો વધુ સમય અપાયો હતો.

(6:59 pm IST)