Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અમદાવાદના મોટેરા આસારામ આશ્રમના ૧૩વર્ષથી સેવા કરતા સેવકનું અપહરણ : પોલીસ તપાસ શરૂ

અમદાવાદ : મૂળ મહારાષ્ટ્રનો (Mahrashtra) અને 13 વર્ષથી મોટેરા (Motera Ashram) આશારામ (ashraram) આશ્રમમાં સેવાપૂજા કરતો અજીત દાતીર એક દિવસ પહેલા રાતે ટ્રેનમાં તેના બે સાથી સાથે અમદાવાદ (Ahmedabad) પરત આવ્યો હતો. દરમિયાન સ્ટેશનથી સેવક રિક્ષામાં બેસી અને આશ્રમ જવા નીકળ્યો હતો.આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે શહેરના દિલ્લી દરવાજા ભાગ્યોદય બૅન્ક પાસે બે બાઈક પર ચાર શખ્સ આવ્યા હતા અને અજીતને નીચે ઉતારી બીજી રિક્ષામાં બેસાડી પાલડી તરફ લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સોએ અજીતને ગમે તેમ બોલી તેની પાસેથી 6000 પડાવી લીધા હતા અને ક્યાંનો છે? તેમ પૂછ્યું હતું. પૈસા પડાવી અને ગઠિયાઓએ અજીતને બાદમાં છોડી દીધો હતો.

ત્યાંથી અજીત રિક્ષામાં બેસી આશ્રમ જવા નીકળ્યો હતો. રસ્તામાં તેના સાથી રાજેશને ફોન કરી ક્યાં છે તેમ પૂછતાં દિલ્લી દરવાજા પાસે જ છે અને પોલીસને જાણ કરી છે હાલમાં પોલીસ અહીંયા આવી છે તું દિલ્લી દરવાજા આવી જા કહ્યું હતું. અજીત ત્યાં ગયો હતો બાદમાં પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. પરંતુ કાઈ મળ્યું ન હતું. માધુપુરા પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:17 pm IST)