Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સ્ટેટ જૂનિયર સ્નૂકરમાં ટોચના ક્રમાંકિત ધ્રુવ પટેલ અને યુવા મયુર ગર્ગનો વિજય

અમદાવાદમાં સ્ટેટ જૂનિયર સ્નૂકર એન્ડ બિલિયર્ડસ ટૂર્નામેન્ટ :કિશોરી ગોવાથી ફ્લાઈટ થકી નવી દિલ્હી પહોંચી હતી અને ત્યાંથી ટેક્સી કરીને પાનીપત આવી પહોંચી હતી

અમદાવાદ, તા.૧૭ : એલિસબ્રિજ જિમખાનામાં જુનિયર સ્નૂકર રાઉન્ડ રોબિન લીગ મેચમાં મયુર ગર્ગે અભિ પટેલને ૩-૧થી હરાવ્યો, આ દરમિયાન ટોચના ક્રમાંકિત ધ્રુવ જે પટેલે પોતાનું શ્રેષ્ઠ ફોર્મ ચાલુ રાખ્યું અને રવિ મિસ્ત્રીને બીજા રાઉન્ડ રોબિન લીગ મેચમાં સીધા ૩ ફ્રેમથી પરાજય આપ્યો હતો.

એલિસબ્રિજ જિમખાનામાં જુનિયર બિલિયર્ડ્સમાં આજથી શરૂ થતી અન્ય ઇવેન્ટમાં નીત શાહે મીટ શાહ પર સીધા ફ્રેમમાં પ્રથમ રાઉન્ડમાં આરામદાયક જીત નોંધાવી હતી.

મેચના પરિણામો

સેનિયર સ્નૂકર (પહેલો રાઉન્ડ)

મોહસીન બલોચે અભિષેક રાવલને ૪૯-૧૦,૬૨-૪૮થી હરાવ્યો

વિશુલ દેસાઈએ વિવેક કક્કડને ૫૦-૩૫,૩૦-૫૬,૫૮-૧૧થી હરાવ્યો

જીગર વોરાએ કેવિન ગાંધીને ૭૩-૧૨,૪૪-૫૪,૫૬-૩૫થી હરાવ્યો

મયુર ગર્ગે ઝીલ શાહને ૬૨-૩૧,૬૪-૧૮થી હરાવ્યો

ઝલક પટેલે સોહિલ ગોંડલીયાને ૫૧-૨૪,૫૯-૩૨થી હરાવ્યો

નિકુંજ મકવાણાએ આદિત્ય કુમારને ૬૪-૪૫,૫૧-૩૯થી હરાવ્યો

જુનિયર સ્નૂકર રાઉન્ડ રોબિન (ટોપ ૪)

ધ્રુવ જે પટેલે રવિ મિશ્રીને ૬૪-૨૧,૭૩-૧૩,૭૮-૩૩થી હરાવ્યો

મયુર ગર્ગે અભિ પટેલને ૪૮-૪૫,૩૯-૪૭,૫૫-૩૨,૪૮-૬થી હરાવ્યો

જુનિયર બિલિયર્ડ્સ (પ્રથમ રાઉન્ડ)

દીપ શાહે અમય ઉપાધ્યાયને ૭૫-૩૭,૪૩-૭૬,૭૫-૬૪થી હરાવ્યો

ધ્રુવ જે પટેલે દીપ શાહને ૭૬-૨૩,૭૫-૧૭થી હરાવ્યો

પાર્થ શાહે સુફિયાન સુરતીને ૭૫-૫૭,૩૧-૭૫,૭૭-૬૬થી હરાવ્યો

હર્ષ મારુએ હેનરી બદિયાનીને ૬૫-૭૫,૭૫-૬૨,૭૬-૩૪થી હરાવ્યો.

(8:56 pm IST)