Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

રાજ્યમાં સૌ પ્રથમવાર રોબર્ટથી થશે ગોઠણનું ઓપરેશન: સુરતની હોસ્પિટલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોન્ચિંગ

ગુજરાતમાં પહેલી અને ભારતમાં આ ત્રીજી હોસ્પિટલ સંપૂર્ણ ઓટોમેટીક રોબર્ટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સર્જરી પણ કરી શકશે

સુરતની પરમ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોબોટ દ્વારા ઘૂંટણના રીપ્લેસમેન્ટ કરવાની ટેકનોલોજી સ્વીકારવામાં આવી છે. પરમ હોસ્પિટલમાં આ ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના પ્રસંગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

  ગુજરાતમાં પહેલી વખત અને ભારતમાં આ ત્રીજો હોસ્પિટલ હશે કે જે સંપૂર્ણ ઓટોમેટીક રોબર્ટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સાથે સર્જરી પણ કરી શકશે. નિષ્ણાંત ડોક્ટરોનુ માનવું છે કે રોબટ કોઈ પણ ભૂલ કર્યા વગર ચોકસાઈ સાથે સર્જરી કરી શકે છે. આ રોબર્ટ દ્વારા સર્જરી કરવાથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ દર્દીને ઝડપથી રીકવરી આવે છે અને તેનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યા હોવાનું રિસર્ચ કરવામાં આવ્યું છે. રિપ્લેસમાં થયા બાદ દર્દીને જ દુઃખાવો થતો હતો તેમાં પણ મોટી રાહત મળશે. ગુજરાતના પ્રથમ આ પ્રકારના રોબોટનું લોન્ચિંગ કરાયું હતું. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ રોબોટિક મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

 

સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ભારતનું ત્રીજું સંપૂર્ણ ઓટોમેટિક રોબોટ મશીન સુરતમાં લાવવામાં આવ્યું છે. સુરતની પરમ હોસ્પિટલ દ્વારા આ મશીન લેવામાં આવ્યું છે. ત્યારે પરમ હોસ્પિટલના ડૉક્ટર ભરત સુતરીયાએ આ રોબોટ વિશે જણાવ્યું કે રોબોટ દ્વારા કુદરતી સાંધામાં જે હોય તે પ્રમાણેનું ચોક્કસ પ્લાનિંગ કરીને પછી જ ઓપરેશન કરવામાં આવે છે. જેથી કરીને દર્દીના સાંધાનું આયુષ્ય વધારી શકાય છે. રોબોટ દ્વારા ગોઠણમાં આખા સાંધા સાથે થાપાનો સાંધો બદલી શકાય છે. કોઈ દર્દીને માત્ર અડધો ગોઠણ ઘસાયેલો હોય તો માત્ર અડધો ગોઠણ બદલીને બાકીના કુદરતી સંપદાને બચાવવામાં પણ મદદરૂપ બને છે. જે આ ટેકનોલોજી આપણે સૌથી સારી માની શકાય છે. અમારી આખી ટીમ વર્ષોથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. પરંતુ સમયના માંગ સાથે દર્દીને સારામાં સારી સારવાર અત્યાધુનિક રીતે મળે તેવો અમારો પ્રયાસ છે અને તેના ભાગરૂપે અમે રોબર્ટ સર્જરી માટે લાવ્યા છે.

(5:27 pm IST)