Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલને હાઈ કમાન્ડ તેડું આવ્યાનું અને દિલ્હી પહોંચવા કોંગ્રેસ હાઈકમાંડનો સંદેશ મળ્યાનું જાણવા મળે છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ કક્ષાની કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. ભરતસિંહ સોલંકી પણ આ પદ માટે ભારે આતુર હોવાનું ચર્ચાય છે.

દરમિયાન શ્રી હાર્દિક પટેલે અકિલા ને આજે સવારે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવા માટે મેં કોઈ માગણી કરી નથી પરંતુ પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે તે શિરોમાન્ય રહેશે. બે ચાર દિવસમાં નામ નક્કી થઈ જશે . ગુજરાતના કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવા પ્રયાસો અમે સૌ સાથે મળીને કરીશુ. 

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે "અકિલા" સાથેની વાતચીતમાં આજે સવારે જણાવ્યું હતું કે હું અત્યારે અમદાવાદમાં જ છું દિલ્હી ગયો નથી.      ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે અમે સૌ સાથે મળીને લોકોનો અવાજ ઉઠાવીશું. ગુજરાતના લોકોને ભાજપ સરકાર તરફથી થઈ રહેલા અન્યાય માં ન્યાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહીશું.

(11:21 am IST)