Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગોત્રી રેપ કેસના મુખ્ય આરોપી અશોક જૈનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડ મંગવામાં નહીં આવતા અશોક જૈન જેલ ભેગો કરાયો

વડોદરાના ચકચારી ગોત્રી રેપ કેસના મુખ્ય આરોપી અશોક જૈનના રિમાન્ડ પૂરા થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડ મંગવામાં નહીં આવતા અશોક જૈન જેલ ભેગો કરવામાં આવ્યો છે. ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

વડોદરા ગોત્રી રેપકાંડના મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈનની ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણાથી 7 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. જેમાં અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા.

ધરપકડ બાદ આરોપી અશોક જૈનના વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં તેને ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદમાં કરવામાં આવેલો અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં પોટેન્સી ટેસ્ટ મહત્વનો માનવામાં આવે છે.

(10:47 pm IST)