Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને થઈ શકે છે ફેફસામાં ફાઈબ્રોસિસની સમસ્યા

દર્દીને ઉધરસ આવતી હોય, વારંવાર થાક જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક જરૂરી ટેસ્ટ કરાવવો જોઈએ.

અમદાવાદ : દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે લોકોને સાવચેતી રાખવા,માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અપીલ કરાઈ છે  ત્યારે દેશમાં કોરોનાને મ્હાત આપનાર લોકો સામે વધુ એક ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે.સુરત શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓને ફેફસામાં ફાઈબ્રોસિસની સમસ્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.સમસ્યાને પગલે ફેફસાં જે સુપચ જેવા નરમ હોય છે તે કન્ન થઈ જતા શ્વાસોચ્છવાસની સમસ્યા ઉદ્ભવે છે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે કોરોના વાયરસને મ્હાત આપી સાજા થઈ ગયેલા લોકોના દર્દીઓની ઘણી એવી ફરિયાદો સામે આવી રહી છે. જેમાં ઘણા એવા દર્દીઓને ફેફસાની બીમારી થઈ રહી છે અને શ્વાસ લેવામાં સમસ્યા પણ થઈ રહી છે. શ્વાસ ન લઈ શકવાની સ્થિતિમાં દર્દીએ લાંબા સમય સુધી ઓક્સિજન પર જ આશ્રિત રહેવુ પડે છે અને ફેફસામાં ફાઈબ્રોસિસનું આ સંક્રમણ આજીવન પણ રહી શકે છે.

ફેફસામાં ઈબ્રોસિસના સંક્રમણને પગલે એકદમ કોરોના મુક્ત થયા બાદ પણ દર્દીને ઉધરસ આવતી હોય, વારંવાર થાક પણ ફેફસામાં ફાઈબ્રોસિસના સંક્રમણની રોજના 15 થી 20 દર્દીઓને સમસ્યા જોવા મળી રહી છે. જેને પગલે કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ પણ જો ફાઈબ્રોસિસના લક્ષણો દેખાય તો દર્દીએ તાત્કાલિક જરૂરી ટેસ્ટ કરાવવો જોઈએ. અન્યથા આ સંક્રમણને પગલે લાંબા સમય સુધી દર્દીને ઓક્સિજન પર જ રહેવાની નોબત આવી શકે છે, પલ્મોનરી ફાઈબ્રોસિસની સીધી અને સાદી સમજ આપતા આપતા ડો. સમીર ગામીએ જણાવ્યું હતું કે, પલ્મોનરી (ફેફસાં) ફાઈબ્રોસિસ એટલે ફેફસાં કડક થઈ જાય છે. સામાન્ય રીતે આપના ફેફસાં સ્પોન્જ કે પાઉં જેવા છિદ્રોવાળા, જાળી જાળીવાળા અને પોચા હોય છે.

લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ કાળજી સાથે જાગૃત રહેવાનું છે અને સાથે સાથે જે મેડિકલ તપાસ છે તેની ચકાસણી કર્યા બાદ દવા લીધા બાદ સાજા થઈ શકાય છે, પરંતુ સૌ પ્રથમ સાવચેતી સાથે જાગૃતતા લાવી જરૂરત છે એ વાત તબીબ ના જણાવ્યા મુજબ દેખાઈ આવી છે.

(8:41 pm IST)