Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સી-પ્લેનનાં વોટર એરોડ્રામની જગ્યા ખામીને લીધે બદલાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી : વોટર એરોડ્રામનું પ્લેસ પૂર્વ તરફ ખસેડાય તેવી શક્યતા

અમદાવાદ,તા.૧૭ : સી પ્લેન સેવા શરૂ થાય તે પહેલા જ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોર્પોરેશન અને એંન્જીનિયર્સ વચ્ચે સંકલનના અભાવની અસર હવે સી પ્લેનના ઓપરેશન્સમા જોવા મળી છે. સી પ્લેનનું વોટર એરોડ્રામ ટેકનિકલ ખામીના કારણે જગ્યા બદલવાનો વારો આવ્યો છે. સી પ્લેનનો વોટર એરોડ્રામનું પ્લેસ પશ્ચિમથી પૂર્વ તરફ ખસેડાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સી પ્લેનની કામગીરી પૂર્ણ કરવા માટે ૨૦ ઓક્ટો. સુઘીની સમય મર્યાદા નક્કી કરાઈ હતી. નોંધપાત્ર છે કે આગમી ૩૧ ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેન મારફતે જવાના છે. જેથી સી પ્લેનના લોકાર્પણ બાદ જગ્યા ચેન્જ કરે તેવી પણ વાત સામે આવી રહી છે. ત્યારે કારોડોના ખર્ચે અંબેડકર બ્રિજ નીચે સી પ્લેનની ઓફીસ સહીતની કામગીરી પૂર્ણ થવાના આરે હતી. ત્યારે ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર હોવાને કારણે સમગ્ર ઓપરેશન્સ ખસેડવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આગામી સમયમાં પશ્ચીમ નહી પરંતુ પુર્વના છેડેથી સી પ્લેન ઉડાન ભરશે. હાલ તો એરોડ્રામ બનાવવાની તૈયારીઓ પુરજોશમા ચાલી રહીછે પરંતુ આગામી સમયમા તેને ખસેડવામા આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં કેવડિયા આવશે. સરદાર પટેલને પુષ્પાજલી અર્પીત કર્યા બાદ એકતા પરેડનું નિરીક્ષણ કરશે. ત્યાર બાદ જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લેશે, તેમજ વડાપ્રધાનના હસ્તે ફેરી બોટનું ઉદઘાટન કરવામાં આવશે અને ખુદ વડાપ્રધાન જાતે ફેરી બોટમાં કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવશે. માનવામાં આવી રહ્યું છે કે, ૩૦ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી જશે અને સવારે નવ કલાકે સી પ્લેનમાં બેસી અમદાવાદથી કેવડિયા આવી શકે તેમ છે.

(7:38 pm IST)