Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પોલીસે દુકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા વેપારીને ઝડપી જેલ હવાલે કર્યો

વડોદરા: શહેરના પાણીગેટ હરખાણા રોડ પર આવેલી દુકાનમાં બેસી ને રોજ રાતે સટ્ટો રમાડતા વાસણા વેપારીને ડીસીબી પોલીસે ઝડપી પાડી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા 2 મોબાઈલ ફોન કબ્જે લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે ગાના રોડ પર આવેલી હિના નામની દુકાન નો વેપારી રોજ રાત્રે પોતાની દુકાનમાં બેસી ને આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે.

જેથી ગઈકાલે પોલીસે હિના સ્ટીલ નામની દુકાનમાં તપાસ કરતા વેપારી સરફરાજ તાલીમ હુસેન વાસણવાળા રહેવાસી પાણી કેડબરી ફળિયાનો અલગ-અલગ 3 Id ની મદદથી મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો જેથી પોલીસે આ અલગ-અલગ 3 Id ધારકોને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ વેપારી સરફરાજ ની ધરપકડ કરી બે મોબાઈલ ફોન કબ્જે લીધા છે.

(5:20 pm IST)