Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કલાસીસ સંચાલકો દ્વારા ગાંધીનગરમાં મૌન રેલી

છ છ મહિનાથી કલાસ ચાલુ ન થતા કોચીંગ શિક્ષકોના પરિવાર બેહાલ : રાહત પેકેજની માંગણી

રાજકોટ તા. ૧૭ : કોચીંગ કલાસ સંચાલકોએ આજે ગાંધીનગરમાં મૌન રેલી યોજી સચિવાલયને ઘેરાવ કર્યો હતો. બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.

ફેડરેશન ઓફ એકેડમી એસોસીએશનન ગુજરાત દ્વારા પાઠવવામાં આવેલ એક યાદીમાં જણાવાયુ છે કે કોચિંગ કલાસ સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓના પડતર પ્રશ્નો અંગે આજે અવાજ ઉઠાવવમાં આવ્યા આવ્યો હતો.

ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલી યોજી રજુઆત કરાઇ હતી. જેમાં જણાવાયુ હતુ કે લોકડાઉન બાદ છ છ મહીનાથી કલાસીસ બંધ છે. ત્યારે તેમના કોચીંગ શિક્ષકો અને તેમના પરિવારની આર્થિક હાલત કફોડી બની છે. કોચીંગ કલાસ સંચાલકો અને શિક્ષકો માટે પેકેજ જાહેર થવુ જોઇએ. કલાસીસ સંચાલકો પહેલેથી આત્મનિર્ભર હતા અને ઘણા શિક્ષકોને પણ આત્મનિર્ભર બનાવ્યા. વળી આવા કલાસીસમાં વિદ્યાર્થીઓને માત્ર ૧૦-૧૫ કે ૨૦ ની જુજ સંખ્યામાં બેસાડવામાં આવતા હોય છે. એટલે ભીડનો પ્રશ્ન જ રહેતો નથી.

વહેલી તકે કોચીંગ કલાસ શરૂ કરાવવા અને તેમના પ્રશ્નોનો હલ કરવા માંગણી ઉઠાવાઇ હોવાનું પ્રમુખ વિજય મારૂ (મો.૯૮૨૪૨ ૪૨૦૦૩) અને જનરલ સેક્રેટરી પ્રકાશ કરમચંદાણી (મો.૯૦૩૩૦ ૭૭૭૨૬) ની યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)