Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વલસાડમાં ચોરી કરેલા ATM કાર્ડમાંથી 20 હજાર ઉપાડનાર અતુલ કંપનીના સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પોલીસે સૂર્યપ્રતાપસીંગને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી

વલસાડ: મોગરાવાડીમાં રહેતા રૂપેશ જયકિશન વિશ્વકર્મા પારનેરાના ડુંગર પર ગયો ત્યારે તેનું પર્સ પડી ગયું હતુ. આ પર્સ અતુલ ફસ્ટ ગેટ વિસ્તારમાં પડી ગયું હતુ. તે અતુલના સિક્યુરીટી ગાર્ડ સૂર્યપ્રતાપસીંગ મહેન્દ્રસીંગને મળ્યું હતુ. આ પર્સમાંથી તેમણે ATM કાર્ડ લઇ કાર્ડના કવર પર લખેલા પાસવર્ડ થકી તેણે અતુલના એક્સિસ બેંકના એટીએમમાંથી રૂપિયા 20 હજાર ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ રૂરલ પોલીસને મળતાં રૂરલ PSI એન. ટી. પુરાણી અને તેની ટીમે તપાસ હાથ ધરી CCTV ફૂટેજના આધારે આ સિક્યુરીટી ગાર્ડ સૂર્યપ્રતાપસીંગને પકડી પાડ્યો હતો અને આ ગુનાને ઉકેલી કાઢ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે સૂર્યપ્રતાપસીંગની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)