Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટને ત્યાં આવકવેરા વિભાગના દરોડા: બોગસ બિલો બનાવી રિફંડ મેળવ્યું

જીએસટી કન્સલ્ટન્ટ દિલિપ પટેલની અમદાવાદ અને વડોદરા ખાતેની ઓફિસે દરોડા

અમદાવાદઃ અમદાવાદમાં આવકવેરા વિભાગઈ  જીએસટી કન્સલ્ટન્ટને  દરોડા પાડ્યા હતા. જીએસટી કન્સલ્ટન્ટ દિલિપ પટેલની અમદાવાદ અને વડોદરા ખાતેની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા હતા. દિલીપ પટેલે બોગસ બિલો બનાવી 72 લાખનું રિફંડ મેળવ્યું હોવાનું આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં પંદરથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેની 150થી વધુ સભ્યોની ટીમે તેમા ભાગ લીધો હતો. હવે અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટનો આ દરોડા સાથે કોઈ સંબંધ છે કે નહી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પણ જીએસટી કન્સલ્ટન્ટને ત્યાં પડેલા દરોડાના લીધે તેમાથી બીજા કેટલાય ફણગા ફૂટી શકે તેમ માનવામાં આવે છે.

(8:32 am IST)