Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પેપર ચકાસવામાં દાંડાઈ કરતા પ્રોફેસરો સામે જીટીયુની લાલઆંખ : બેદરકારી બદલ કાર્યવાહીની આપી ચીમકી

100 પેપર ચકાસવામાં 15 દિવસથી વધુ સમય લેશે તો પ્રોફેસરો સામે કાર્યવાહીની સૂચના

અમદાવાદ : જીટીયુએ બેદરકાર પ્રોફેસરો સામે કાર્યવાહી કરવા પગલાં ભર્યા છે. પરીક્ષાના પેપરોની ચકાસણીમાં કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો પ્રોફેસર સામે કાર્યવાહી કરવા માટે જીટીયુએ સૂચના આપી છે

   100 પેપર તપાસવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે કોઈપણ પ્રોફેસર જો પેપર તપાસવામાં 15 દિવસથી વધુ સમય લેશે તો તેની સામે કાર્યવાહી થશે

  . ગુણભાર પ્રમાણે પેપર કાઢવામાં નહીં આવે તો પણ પ્રોફેસર સામે કાર્યવાહી થશે. જીટીયુના ધ્યાનમાં આવ્યું હતું કે 10 થી 15 ટકા પ્રોફેસરો સમયસર પેપર ચકાસતા ન હોવાથી પરિણામો મોડા આપવા પડે છે.

(7:39 pm IST)