Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમદાવાદના સરખેજમાં એસબીઆઈ બેન્કનું એટીએમ મશીન તોડી ગઠિયાએ 9.39 લાખની ઉઠાંતરી કરી

અમદાવાદ: શહેરના સરખેજમાં એસબીઆઈ બેન્કનું એટીએમ મશીન તોડીને અજાણ્યા ગઠિયા અંદરથી રૃ..૩૯,૨૦૦ રોકડાની ચોરી કરી ગયા હતા. એટીએમના સીસીટીવી કેમેરા બંધ હોવાથી પોલીસે રસ્તા પરના સીસીટીવી ફુટેજ મેળવ્યા છે. જોકે તેમાં દશ્યો સ્પષ્ટ હોવાથી અમે સીડીઆરને આધારે વધુ તપાસ ચલાવી રહ્યા છીએ, એમ સરખેજ પોલીસે જણાવ્યું હતું.

સરખેજમાં ધોળકા ચાર રસ્તા પાસેના હિમાલય કોમ્પ્લેક્સમાં ૧૪ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈ બેન્કના એટીએમ મશીનનું સેફ ડોર કટર થી કાપીને અંદરથી રૃ.,૩૯,૨૦૦ ની ચોરી કરી હતી. જેમાં રૃ.૧૦૦, રૃ.૫૦૦ અને રૃ.,૦૦૦ ના દરની નોટોનો સમાવેશ થાય છે. કટરથી તોડફોડને કારણે એટીએમ મશીનમાં અઢી લાખનું નુકશાન થયું હતું.

(5:33 pm IST)