Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગુજરાતના કર્મચારીઓને ૫ ટકા મોંઘવારી ભથ્થુ

૫ લાખ કર્મચારીઓ અને ૪ાા લાખ પેન્શનર્સને મળશે લાભઃ કેન્દ્રના પગલે રાજ્ય સરકાર સૈદ્ધાંતિક રીતે સહમત, જાહેરાત ટૂંક સમયમાં

રાજકોટ, તા. ૧૭ :. ભારત સરકારે પોતાના કર્મચારીઓ માટે ૫ ટકા મોંઘવારી ભથ્થુ (ડી.એ.) જાહેર કરતા તેના પગલે રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને એ જ ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનું મન બનાવ્યુ છે. સરકારે આ બાબતે સૈધ્ધાંતિક નિર્ણય લગભગ લઈ લીધાનુ અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થનાર હોવાનું જાણવા મળે છે. મોંઘવારી ભથ્થુ બેઝીક પગાર ઉપર અપાતુ હોય છે. રાજ્યમાં ૫ લાખ જેટલા કર્મચારીઓ અને ૪ાા લાખ જેટલા નિવૃત કર્મચારીઓ મળી કુલ ૯ાા લાખને મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર થશે.

સરકાર દર ૬ મહિને મોંઘવારી ભથ્થાનો લાભ આપતી હોય છે. રાજ્યના કર્મચારીઓને ૧ જુલાઈથી મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર છે. સામાન્ય રીતે કેન્દ્રના ધોરણે જ રાજ્યના કર્મચારીઓને આ લાભ મળતો હોય છે.

છેલ્લે ૨ ટકા મોંઘવારી ભથ્થુ વધેલ. હવે કેન્દ્રના ધોરણે ૫ ટકાના વધારા સાથે કર્મચારીઓને વધારે પગાર મળવાપાત્ર થયો છે. સરકાર દીપોત્સવી ભેટ તરીકે આ જાહેરાત કરી શકે છે.

સરકારમાં ઉચ્ચ કક્ષાએ આ અંગેનો નિર્ણય લેવાઈ ગયાના સંકેત છે. પરિપત્ર બાબતે નાણા વિભાગમાં હિલચાલ દેખાતી નથી પરંતુ સરકાર જાહેરાત કરે પછી તૂર્ત પરીપત્ર અને અમલ થઈ શકે છે. દિવાળી પહેલા જ અથવા તે શકય ન હોય તો દિવાળી પછી એકદમ નજીકના ભવિષ્યમાં મોંઘવારી ભથ્થા વધારાની સત્તાવાર જાહેરાત થનાર હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે.

(3:20 pm IST)