Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જાણીતા નાટયલેખક - વિવેચક ઉત્પલ ભાયાણીનું અવસાન

ગુજરાતી રંગમંચે પોતાનો અવાજ ગુમાવ્યો

રાજકોટઃ જાણીતા નટયલેખક અને વિવેચક શ્રી  ઉત્પલ ભાયાણીનું ગઈકાલે ૬૬ વર્ષની વયે અવસાન થતા ગુજરાતી રંગમંચે પોતાનો અવાજ ગુમાવ્યો છે. શ્રી ભાયાણીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સનો કોર્સ કર્યો હોવા છતાં તેમનો રસ સદા રંગમંચ તરફ જ રહ્યો હતો. વાર્તા લેખનથી તેમણે કરેલી શરૂઆતે ધીમે ધીમે તેમને થીએટરના એનસાયકલોપીડીયા બનાવી દીધા હતા.

એવું કહેવાય છે કે ગુજરાતી મેગેઝીન નવચેતના તંત્રીએ શ્રી ઉત્પલ ભાયાણીની એક લઘુકથા વાંચ્યા પછી તેમને એક કોમન ફ્રેન્ડ શ્રી અજીત વાછાણી દ્વારા સંદેશ મોકલ્યો કે અમારે એક કોલમીસ્ટરની જરૂર છે. શ્રી ભાયાણી તેમાં જોડાયા પછી તેમણે કયારેય પાછું વાળીને જોયું નહોતું. ૧૯૭૬માં તેમણે જન્મભૂમિમાં લખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ૪૧ વર્ષ સુધી જન્મભૂમિમાં સાપ્તાહિક કોલમ લખી હતી. આ કોલમ જન્મભૂમિમાં ધ્યાન ખેંચનારી અને અનિવાર્ય બની ગઈ હતી.

તેમનું બહુ વખણાયેલુ પુસ્તક ''રંગભૂમિ''માં તેમના થીયેટર, જીવન અને ગુજરાતી વિષેના લેખો હંમેશા યાદ રહેશે.

(1:20 pm IST)